બોહરા સમુદાયમાં મહિલાઓના સુન્નત વિશે વાત - એક સર્વે
For the English version, please click here: https://forms.gle/XNptXzEqKSokVLKG6
हिन्दी संस्करण के लिए, कृपया यहाँ क्लिक करें : https://forms.gle/FgXaPGzPVkMzuYtU7

 નમસ્તે!

આશા છે કે તમે મહામારી સામે સારી લડત આપી રહ્યા છો અને સ્વસ્થ છો.

તમે જાણતા જ હશો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, બોહરા સમાજમાં સ્ત્રી ખતના, ખફ્ઝ, સુન્નત અથવા મહિલા જનનાંગને કાપવા (FGC) ની પ્રથા ચર્ચાનો મોટો વિષય બની છે. વ્યક્તિગત વાતચીત અને સામુદાયિક પ્રતિક્રિયાઓથી લઈને વોટ્સએપ ગ્રુપમાં અને સમાચારોની હેડલાઈનમાં આ પ્રથાના અનુસંધાનમાં ભારત તેમજ વિશ્વભરમાં ખુબજ ચર્ચા-વિચારણા થઇ છે.

આ દલીલોની વચ્ચે, સમાજના લોકો FCG વિષે કેવી રીતે વાતચીત કરી રહ્યા છે, તેના સંદેશાવ્યવહારમાં ઉદ્દભવતા પડકારો વગેરેને વધુ સારી રીતે સમજવા માટે અમે એક સર્વે તૈયાર કર્યો છે. આ સર્વે જનતાની ચહલપહલ તેમજ પ્રથાની તરફેણ અને વિરુદ્ધમાં થતી દલીલો તરફના વલણનું અન્વેષણ પણ કરશે. તમારા પ્રતિભાવોના આધાર પર અમે એક અહેવાલ તૈયાર કરીશું જે આ પ્રથાને લગતા તમારા અનુભવો અને તમારો દ્રષ્ટિકોણ રજૂ કરશે.

આ સર્વે
 ... ખતના / ખફઝ / સુન્નત/ FGC ની પ્રથા નિભાવતા સમુદાયોના દરેક સભ્યો (પુરુષો, મહિલાઓ અને નાન્યતર) માટે ઉપલબ્ધ છે, જેમની ઉંમર 18+ વર્ષ છે.
... સંપૂર્ણપણે ગુપ્ત છે. તેમાં તમારી ઓળખાણ સંબંધિત કોઈપણ માહિતી (જેમ કે નામ, ઈ-મેલ એડ્રેસ વગેરે) પૂછવામાં આવશે નહી.
....જેમાં 30 વૈકલ્પિક તેમજ ટૂંકા જવાબના પ્રશ્નો હશે.
...જે ભરવામાં માત્ર 15-20 મિનિટ લાગશે.

જો તમને કોઈ પ્રશ્ન હોય અને / અથવા સંપર્કમાં રહેવા ઇચ્છતા હોવ તો, કૃપા કરી મને talkingaboutkhatna@gmail.com પર જણાવો.

આ પ્રથા વિષે વાત કરવી સરળ નથી, પરંતુ તમારો અનુભવ અને દ્રષ્ટિકોણ આ વાતચીતને આગળ વધારવામાં અત્યંત મદદરૂપ બનશે.

ખૂબ ખૂબ આભાર.

સપ્રેમ,

રિતિકા સુબ્રમણ્યન (PhD સ્કોલર, કેમ્બ્રિજ યુનિવર્સીટી, UK)
વાસવ્ય મહિલા મંડળી દ્વારા આયોજિત, સહિયો (ભારત) સાથે, પ્રોજેક્ટમાં રિસર્ચ કન્સલ્ટન્ટ,
ગ્રાન્ડ ચેલેન્જ કેનેડા દ્વારા સમર્થિત

Sign in to Google to save your progress. Learn more
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy