જેમ્સ ઓફ ગુજરાતઃ જમ્બો ટીએમએક્સને બેસ્ટ ટીએમટી બ્રાન્ડ ઓફ ધ યર ગુજરાતનો એવોર્ડ એનાયત કરાયો

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 20 Dec 2023 05:17 PM (IST)Updated: Wed 20 Dec 2023 09:08 PM (IST)
gems-of-gujarat-award-and-conclave-jumbo-tmx-won-award-for-best-tmt-brand-of-the-year-gujarat-252915

જાગરણ પ્રકાશન લિ.ની ગુજરાતી ડિજીટલ આવૃત્તિ ગુજારતી જાગરણને એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષની ઉજવાણીના ભાગે રુપે 19 ડિસેમ્બરના રોજ જેમ્સ ઓફ ગુજરાત કોન્કલેવ એન્ડ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રતિભાશાળી વ્યક્તિત્વને તેમના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોને પ્રેરક ઉદ્બોધન પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમારોહ દરમિયાન બેસ્ટ ટીએમટી બ્રાન્ડ ઓફ ધ યર ગુજરાતમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જમ્બો ટીએમએક્સના ડાયરેક્ટર સ્પર્શ મિત્તલ અને શુભમ જિંદાલને બેસ્ટ ટીએમટી બ્રાન્ડ ઓફ ધ યર ગુજરાતનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કોર્ટયાર્ડ બાય મેર્યોટ હોટલમાં આયોજીત આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયક ઉદ્બોધન કરીને ઉદ્યોગ જગતના ઉજ્વળ ભવિષ્ય અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતી જાગરણના સિનીયર એડિટર જીવન કુપરિયાએ ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા.

આ ઇવેન્ટમાં ન્યૂ જાગરણ મીડિયાના સીઇઓ ભરત ગુપ્તા, વાઈસ પ્રેસિડન્ટ અને એડિટર ઇન ચિફ રાજેશ ઉપાધ્યાય, સીઓઓ ગૌરવ અરોરા સહિતના જાગરણ સમૂહના પ્રતિષ્ઠત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટ આપી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

જાગરણ ન્યૂ મીડિયાની આ ન્યૂઝ વેબસાઈટ ગુજરાતી જાગરણે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છું. આપ સૌ જાણો જ છો કે ગુજરાતમાં બનતી કોઈ ઘટના હોય કે દેશ-વિદેશમાં બનતી ઘટના તેનું ઝડપી અને વિશ્વસનિય કવરેજ કરવામાં ગુજરાતી જાગરણનું નામ આગળ પડતું રહ્યું છે. એક વર્ષના આ ટૂંકાગાળામાં અસાધારણ પ્રદર્શન કરી પોણા ત્રણ મિલિયનના મંથલી યૂઝરના બેંચમાર્કને ગુજરાતી જાગરણે પાર કર્યો છે. જાગરણ ગુજરાતી "જેમ્સ ઓફ ગુજરાત" ની રજૂઆત એ ગુજરાતમાં અસાધારણ વ્યક્તિઓ, સંસ્થાઓ અને પહેલોને સન્માનિત કરવા માટે સમર્પિત એક વિશિષ્ટ પ્લેટફોર્મ છે.

આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અને કોન્ફરન્સ ઈવેન્ટને ઉદ્યોગસાહસિકતા, નવીનતા, સામાજિક પ્રભાવ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં રાજ્યના વિવિધ માઈલસ્ટોનને પ્રકાશિત કરવા માટે રચવામાં આવી છે. ગુજરાતની વાઇબ્રન્ટ સ્પિરિટ, તેનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને તેના સારને વ્યાખ્યાયિત કરતી ઉત્કૃષ્ટ સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.